News Details

વિશ્વ યોગ દિવસ

ઉત્તરસંડા કેળવણી મંડળ સંચાલિત સર્વ સંસ્થાઓના ઉપક્રમે તારીખ 21/06/2025 ને શનિવારના રોજ શાળા પટાંગણમાં વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી.

યોગાસન - આસન - પ્રાણાયામ, યોગ સાધનાને સાર્થક કરવા આ કાર્યક્રમમાં ઉ.કે. મંડળના પ્રમુખશ્રી ઈશિતભાઈ પટેલ સાહેબ, મંત્રીશ્રી કેવલભાઈ પટેલ સાહેબ તથા સમગ્ર વિદ્યાર્થી ગણ, સર્વ સંસ્થાના સંવાહકશ્રીઓ, શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારી ગણ ઉપસ્થિત રહી યોગ પ્રાણાયામ કરી ચિત શાંતિ અનુભવી હતી. આઈ.જે. પટેલ ઉ.મા .વિભાગ , કન્યા વિધાલયની દીકરીઓએ સુંદર પ્રાર્થના રજૂ કરી હતી.

← Back to News